![બ્રેઈન ટીઝર્સ અને બોન્ડ વિથ બેબી + ગર્ભાવસ્થા ૯૦: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક (Gujrati)](http://pregnancy90.com/cdn/shop/files/ph-3_1600x.jpg?v=1734772696)
![બ્રેઈન ટીઝર્સ અને બોન્ડ વિથ બેબી + ગર્ભાવસ્થા ૯૦: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક (Gujrati)](http://pregnancy90.com/cdn/shop/files/ph-1_e17fb9ca-310b-4217-bd93-418759ee5f94_1600x.jpg?v=1734772696)
![બ્રેઈન ટીઝર્સ અને બોન્ડ વિથ બેબી + ગર્ભાવસ્થા ૯૦: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક (Gujrati)](http://pregnancy90.com/cdn/shop/files/1_700x.webp?v=1734772478)
The Mother GarbhSanskar Academy
બ્રેઈન ટીઝર્સ અને બોન્ડ વિથ બેબી + ગર્ભાવસ્થા ૯૦: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક (Gujrati)
-
પ્રકાશક: ધ મધર ગર્ભસંસ્કાર એકેડેમી, સુરત
- બ્રેઈન ટીઝર્સ અને બોન્ડ વિથ બેબી :
- પ્રથમ આવૃત્તિ ૨૦ ડિસેમ્બર ૨૦૨૪
- ગર્ભાવસ્થા ૯૦: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક
- પ્રથમ આવૃત્તિ જૂન ૨૦૨૨
- દ્વિતીય આવૃત્તિ નવેમ્બર ૨૦૨૨
- બ્રેઈન ટીઝર્સ અને બોન્ડ વિથ બેબી :
-
ભાષા:
બ્રેઈન ટીઝર્સ અને બોન્ડ વિથ બેબી: ગુજરાતી
ગર્ભાવસ્થા 90: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક: ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી -
પાના:
૧૦૮ (બ્રેઈન ટીઝર્સ અને બોન્ડ વિથ બેબી)
૪૩૨ આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક કલર પેજીસ (ગર્ભાવસ્થા 90: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક) -
પુસ્તકનો પ્રકાર :
- બ્રેઈન ટીઝર્સ અને બોન્ડ વિથ બેબી : ગર્ભાવસ્થા ફેમેલી પઝલ, ગર્ભાવસ્થા સ્ક્રેપ બુક જર્નલ
- ગર્ભાવસ્થા 90: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક: વાંચન પુસ્તક અને ગર્ભાવસ્થા સ્ક્રેપ બુક જર્નલ
-
ISBN:
- ગર્ભાવસ્થા 90: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક: 978-93-5627-352-8
- વાંચન વય: ૧૮ વર્ષ અને તેથી વધુ
-
પુસ્તકનું વજન:
- બ્રેઈન ટીઝર્સ અને બોન્ડ વિથ બેબી: ૨૬૦ ગ્રામ
- ગર્ભાવસ્થા 90: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક: ૧.૭૫ કિલોગ્રામ
-
પરિમાણ:
- બ્રેઈન ટીઝર્સ અને બોન્ડ વિથ બેબી: ૨૩.૫ X ૧૭.૫ X ૦.૫ સે.મી.
- ગર્ભાવસ્થા 90: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક: ૧૨ X ૧ X ૯ ઇંચ
- મૂળ દેશ: ભારત
લેખક: ડૉ. મોનિકા એ. ભડીયાદરા
(BHMS, C.GO., Garbhsanskar Mentor, Prenatal Yoga Expert)
પુસ્તક વિશેની માહિતી (બ્રેઈન ટીઝર્સ અને બોન્ડ વિથ બેબી) :
આ પુસ્તક તમારી ગર્ભવસ્થા દરમિયાન તમને કઈ રીતે મદદરૂપ થશે ?
ગર્ભાવસ્થા દરમિયાન માતાની મનઃસ્થિતિની બાળક પર સીધી અસર થતી હોય છે. આ દરમિયાન કરવામાં આવેલી મગજને કસતી પ્રવૃત્તિથી માતાની વિચારસ્થિતિ તો ઉત્કૃષ્ટ બને જ છે પણ સાથે સાથે પોઝિટિવ માઈન્ડસેટનું પણ નિર્માણ થાય છે અલગ અલગ પ્રવૃત્તિના પ્રારંભમાં આપેલા સંવાદથી માતાને Do’s and Dont’s ની માહિતી તો મળે જ છે પણ બાળક સાથે એક પ્રકારનું માનસિક જોડાણ થાય છે, જે પ્રેગ્નન્સીની યાત્રાને વધુ આનંદમય બનાવે છે
આ પુસ્તક માં એક દંપતીની ગર્ભયાત્રા ને વિવિધ ૯૦ + પ્રવૃત્તિઓમાં સમાવેશ કરી ગર્ભાવસ્થાને અનુરૂપ માહિતી અને માર્ગદર્શનની સાથે મગજનું મનોમંથ અને મજા કરાવતી વિવિધ પ્રવૃત્તિઓ આપેલી છે. જેવી કે…
- ભૂમિતિના ચેલેન્જિંગ કોયડા
- ટેન્ગ્રામ
- મંડાલાઆર્ટ
- આંકડાની રમતો
- ક્યુબ કોયડા
- કોયડાના સચિત્ર વિગતવાર જવાબો
સાંસ્કૃતિક મૂલ્યોનાં મિશ્રણ કરી ધ- મધર ગર્ભસંસ્કાર એકેડમી દ્વારા બનાવેલ આ પુસ્તક તમને દિવ્ય સંતાન પ્રાપ્તિ માટે તમારી સફરમાં મદદરૂપ બનશે.
પુસ્તક વિશેની માહિતી (ગર્ભાવસ્થા 90: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક) :
- ભારતીય વેદો, ઉપનિષદો અને શાસ્ત્રો આધારિત 90 આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિ દ્વારા ગર્ભ સંસ્કારના સંપૂર્ણ કોર્સ સમાન વિશ્વનું પ્રથમ પુસ્તક.
- ભારતીય વેદો, પુરાણો અને ગ્રંથોનો નિચોડ.
- ગર્ભાધાનની ઇશ્વરીય પ્રણાલીની સવિસ્તૃત સમજૂતી.
- ગર્ભાવસ્થાની આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક ૯૦ પ્રવૃત્તિઓ સમજાવતું અને પ્રેક્ટીકલ કરાવતું વિશ્વનું પ્રથમ ગર્ભ સંસ્કાર પુસ્તક.
- ગર્ભમાં રહેલ બાળકનું રક્ષણ કરતા આપણા વૈદિક શ્લોકોની સમજૂતી.
- બાળક અને માતા-પિતામાં સહજ રીતે જીવનમૂલ્યો અને સંસ્કારોનું સિંચન.
- ગર્ભાવસ્થા એટલે ઇશ્વર સાથે જોડાવાની અવસ્થાની સરળ અને સવિસ્તાર સમજણ.
- ગર્ભ ઉપનિષદનો સારાંશ
- ગર્ભની રક્ષા માટે ગર્ભરક્ષામ્બિકા સ્ત્રોત અને ગર્ભરક્ષા સ્ત્રોત સમજુતી.
- આ એક પુસ્તક નહીં પરંતુ તમારી ડાયરી: બુકનું બાળકની યાદોને સાચવવા સ્ક્રેપ બુકમાં રૂપાંતર.
- ઇશ્વરીય જીવસૃષ્ટીમાં પોતાનું યોગદાન આપી રહી છે, તેવી હરેક ગર્ભવતી બહેનો-માતાઓ માટે, પ્રેગ્નેંસી પ્લાન કરતા દંપતીઓ માટે ઉત્તમ પુસ્તક.
- પુસ્તક ત્રણ ભાષાઓમાં ઉપલબ્ધ: ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી.
ગર્ભાવસ્થા 90: પુસ્તકનું અનુસરણ
- દરેક માતા બહેનો માટે આ એક પુસ્તક માત્ર જ ન રહેતા, એક આશીર્વાદ કેમ બની શકે તે માટે પુસ્તકમાં આપવામાં આવેલ દરેક બાબતોનું અનુસરણ કરવું.
- આ પુસ્તક ને સામન્ય ન ગણી ગ્રંથની કક્ષાએ રાખી તેનું નિયમત વાંચન, ચિંતન, મનન કરવું.
- આ પુસ્તકમાં આપેલી દરેક પ્રવૃતિને પ્રામાણિકપણે કરવાની કોશિશ કરવી.
- આ પુસ્તક માત્ર ન સમજી તમારા આવનાર બાળકના પ્રથમ શિક્ષક તરીકેની અતિ મહત્વની ડાયરી બનાવી શકો.
- ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથો, પુરાણો, અને વેદોનાં આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક અધ્યયન દ્વારા પુસ્તકમાં આપવામાં આવેલ દરેક પ્રવૃતિ પહેલા તેની સમજૂતી આપવામાં આવી છે, જેને ખુબજ ધ્યાનપૂર્વક વાંચવી.
- દરેક પ્રવૃતિમાં અંતે સ્વઅનુભવ લખવાની જગ્યા રાખી છે, ત્યાં તમારો પ્રામાણિક અનુભવ અને તમારી યાદી સ્વરૂપે ફોટો લગાવી શકો છો. ફોટો લગાવવાના કોઈ નિયમો નથી, તમારી પ્રવૃતિ અને પ્રેગ્નેન્સીની યાદી સ્વરૂપે તમને યોગ્ય લાગે ત્યાં ફોટો લગાવી શકો છે.
- પુસ્તકમાં આપવામાં આવેલ એક પ્રકરણ “ગર્ભાવસ્થા પુર્વે અથવા તે દરમિયાનના આધ્યાત્મિક અનુભવો” માં પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબો વિચારી, તેમાં જણાવેલ કોઈપણ અનુભવ આપને થાય તો તે અમારા સુધી તેને પત્ર, ફોન, મેસેજ, ઇમેઇલ દ્વારા અવશ્ય મોકલશોજી.
- પુસ્તકના શરૂઆતના ભાગમાં જ “ગર્ભની રક્ષા માટે ગર્ભરક્ષામ્બિકા સ્ત્રોત” અને “ગર્ભ રક્ષા સ્ત્રોત” આપવામાં આવેલ છે, જેનું વાંચન નિયમિત કરવાથી ગર્ભયાત્રા દરમ્યાન કોઈ તકલીફ કે અડચણ ઉભી થવાની શક્યતા રહેતી નથી.
- આ પુસ્તક અંગેના આપના મંતવ્યો, અભિપ્રાયો અને અનુભવો અંગે અમોને અવશ્ય લખી શકો છો.